ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર ગામે પતિ સાથે અવારનવાર ઝઘડા થતા પરણીતાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE











વાંકાનેરના આણંદપર ગામે પતિ સાથે અવારનવાર ઝઘડા થતા પરણીતાએ અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં વાડીએ મજૂરી કામ કરતી અને ત્યાં ઓરડીમાં રહેતી પરિણીતાએ તેના પતિ સાથે અવારનવાર સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડા થતા હતા જેથી તેને લાગી આવતા તેને ઓરડીમાં છતની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના આણંદપર ગામે જગદીશભાઈ જીવણભાઈની વાડીએ મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા પાયલ રાહુલભાઈ ડામોર (૧૭)એ વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને તેના પતિ રાહુલ ડામોર સાથે અવારનવાર સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હતો જેથી કરીને તેને લાગી આવતા તેણે ઓરડીમાં છતના પતરાની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News