મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરે નિંદ્રાધીન અવસ્થામાં જ હાર્ટ અટેકથી વૃદ્ધનું મોત


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે ઘરે નિંદ્રાધીન અવસ્થામાં જ હાર્ટ અટેકથી વૃદ્ધનું મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા વૃદ્ધ પોતે પોતાના ઘરે સૂતા હતા ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં જ તેઓને હાર્ટ અટેક આવતા તેમનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા બળદેવભાઈ શામજીભાઈ ડાભી (૫૬) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે રાત્રે સુતા હતા અને રાત્રિના નિંદ્રાધીન અવસ્થામાં તેઓને હાર્ટ એટેક આવી જવાથી તેમનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી ગયું

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતા સાહિલ જાવીદભાઈ લધડ (૧૪) નામના બાળકને ઘર પાસે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં પાડાપુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં મહેશભાઈ દીપકભાઈ દેલવાડીયા (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવી આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News