મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE







મોરબી જીલ્લામાં સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં આવેલ સોઓરડી પાસે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોડીંગ ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ મળી હતી આ મિટિંગમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૩ એપ્રિલ મંગળવારના રોજ સવારે ૮:૦૦ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી પ્રસ્થાન કરશે જે મોરબી શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સૌ ઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે અને ત્યાર બાદ બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે આ બેઠકમાં માજી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, દેવજીભાઈ ગણેશિયા, અમિતભાઈ અગેચાણીયા, જગદીશભાઈ બાંભણિયા, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ ગણેશિયા, દિલીપભાઈ અગેચાણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે સંત વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ પદે દિપકભાઈ સારલા અને ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ સીતાપરાની વરણી કરવામાં આવેલ છે






Latest News