મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ફાર્મ હાઉસમાંથી યુવાન ગુમ


SHARE







મોરબીના રાજપર ગામે ફાર્મ હાઉસમાંથી યુવાન ગુમ

મોરબી નજીકના રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર છેલ્લા એક મહિનાથી ગુમ થઈ ગયેલ છે અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો નથી જેથી કરીને ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ જનતા પ્લોટ નાના લાડાણીની હોસ્પિટલની બાજુમાં રહેતા અને હાલમાં મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા સોનલબેન ચીમનભાઈ શિયાળ જાતે કોળી (૪૦)એ તેઓના પતિ ચીમનભાઈ માધાભાઈ શિયાળ જાતે કોળી (૪૫) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૫/૩/૨૪ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યાના અરસામાં તેના પતિ ગુમ થઈ ગયેલ છે અને તેઓ ગયા ત્યારે હાથમાં કાળા કલરનું નાનું પ્લાસ્ટિકની ઝબલું સાથે લઈ ગયા હતા જોકે ત્યારબાદ તેઓ ઘરે પરત આવેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનના પત્નીએ ગુમસુધા ફરિયાદ આપેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી મુજબ પ્રમાણે ગુમ થયેલા ચીમનભાઈના એક હાથમાં ગુજરાતીમાં દેવાભાઈ અને બીજા હાથમાં ગુજરાતીમાં સોનલ ત્રોફાવેલ છે અને તેની ઊંચાઈ પાંચ ફૂટની છે જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે કાળા કલરનું સ્વેટર અને ભૂખરા ખાખી કલરનું પેટ તેણે પહેર્યું હતું જોકે આ યુવાનનો હજી સુધી કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી તેને શોધવા માટે આગળની વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૮૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને બાઈક નંબર જીજે ૩૬ એઇ ૩૬૨૩ જેની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૩૦,૮૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બેચરભાઈ દાદુભાઇ સરાવાડીયા જાતે કોળી (૨૨) અને વિક્રમભાઈ અરવિંદભાઈ ઉઘરેજા જાતે કોળી (૨૦) રહે. બંને મકતાનપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છ






Latest News