મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમીના દિવસે ભવ્ય મહારેલીનું આયોજન


SHARE







મોરબીમાં રામનવમીના દિવસે ભવ્ય મહારેલીનું આયોજન

રામનવમીની આગામી તા. ૧૭ ના રોજ રામ જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબી શહેરમાં પણ રામનવમીની ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા સર્કિટ હાઉસથી ગ્રીનચોક સુધી રેલીનું આયોજન કરાયું છે

આગામી તા ૧૭ ના રોજ રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં અને ગામોગામ ઉજવણી કરવામાં આવશે ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસથી બપોરે ચાર વાગ્યેથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારેલી મહારાણા પ્રતાપસિંહજી સર્કલ, શક્તિ ચોક, ત્રિકોણ બાગ, નવાડેલા રોડ, જુના બસસ્ટેન્ડ, રામ ચોક, શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, ચકીયા હનુમાનજી, ગાંધી ચોક, શાક માર્કેટ, નહેરૂ ગેઈટ થઈને ગ્રીન ચોક ખાતે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ દરબારગઢ ખાતે આવેલ રામ મહેલ મંદિરેમાં મહાઆરતી યોજાશે આ મહારેલીમાં સર્વે સનાતની હિન્દુ સંગઠનના હોદેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે






Latest News