મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનામાં લોડર ફરી વળતા નિંદ્રાધીન યુવાનનું મોત: આરોપીના ધરપકડ


SHARE







મોરબીના રંગપર પાસે કારખાનામાં લોડર ફરી વળતા નિંદ્રાધીન યુવાનનું મોત: આરોપીના ધરપકડ

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ પેપર મિલમાં વજન કાંટા પાસે પેપર પાથરી અને ઓઢીને સૂતેલા યુવાનના શરીર ઉપરથી લોડર ચાલકે લોડરના તોતિંહ વ્હીલ ફેરવી દીધા હતા જેથી કરીને તે યુવાનને શરીરને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના ચિત્રકૂટ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઓરાઝોન પેપર મીલના લેબર ક્વાર્ટરમાં રહેતા લાલારામભાઈ રામસુખભાઈ રવિદાસ જાતે અનુ. જાતિ (૪૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર નંબર જીજે ૩૬ એસ ૧૯૫૨ ના ચાલક શિવબાબુ ગણેશપ્રસાદ રેદાસ જાતે અનુ. જાતી (૨૦) રહે. હાલ ઓરાઝોન પેપર મીલ મૂળ રહે યુપી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો મુકેશ ઉર્ફે મુનેસ (૧૮)  નાઇટ સિફ્ટમાં મજૂરી કામે ગયો હતો અને મજૂરી કામ પૂરું કરીને કારખાનાની બહારના ભાગમાં વજન કાંટા પાસે પેપર ઓઢી અને પાથરીને સૂતો હતો દરમિયાન લોડર ચાલકે બેફિકરાઇથી તેનું વાહન ચલાવીને ફરિયાદીના દીકરાના શરીર ઉપરથી લોડરનું તોતિંગ વ્હીલ ફેરવી દેતા તેને જમણા ખભાના ભાગે તથા મસલના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડર ચાલક શિવબાબુ ગણેશપ્રસાદની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News