મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની કારીયા સોસાયટીમાં જુગાર રમતા બે શખ્સની ૧૬,૦૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE











મોરબીની કારીયા સોસાયટીમાં જુગાર રમતા બે શખ્સની ૧૬,૦૦૦ ની રોકડ સાથે ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા બે શખ્સો સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૬,૦૦૦ રૂપિયાની રોકડ કબજે કરી મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી એ ડિિજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા રણછોડભાઈ મોતીભાઈ બાંભવા જાતે ભરવાડ ૨૪ રહે વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી અને હીરાભાઈ નારણભાઈ બાંભવા જાતે ભરવાડ ૨૦ રહે વાવડી રોડ કારીયા સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૬,૦૦૦ રૂપિયા ની રોકડ કબજે કરી તેની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અડધી બોટલ દારૂ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ સ્કાય ટાવર સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની અડધી બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૦૦ ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ધર્મેશભાઈ સુરેશભાઈ મહેતા જાતે વાણીયા (૫૨) રહે આલાપ રોડ સ્કાય ટાવરની સામે ભવાની કરિયાણા ઉપર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News