હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ગેસ કંપની સામે કરેલ કેસમાં ગ્રાહક તકરાર કોર્ટે વ્યાજ-ખર્ચ સહિત રૂપિયા ચૂકવવા કર્યો આદેશ


SHARE







મોરબીમાં ગુજરાત ગેસ કંપની સામે કરેલ કેસમાં ગ્રાહક તકરાર કોર્ટે વ્યાજ-ખર્ચ સહિત રૂપિયા ચૂકવવા કર્યો આદેશ

મોરબીની સેવા ભાવી સંસ્થા પંચમુખી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત ગેસ લીમીટેડે વધારે બીલ આવતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં ગ્રાહક અદાલતે ગુજરાત ગેસ લી. ૧૦૦૩ (એક હજાર ત્રણ) ૯ ટકાના વ્યાજ તા.૧૫-૯-૨૦૨૧ થી તેમજ પાંચસો રૂપિયા માનસીક ત્રાસના અને એક હજાર ખર્ચ પેટે મંજુર કરેલ મોરબી સીરામીક નગરી છે લોસના નામે બીલમાં કેટલો વધારો કરી ગ્રાહકને આપવામાં આવે છે તેની તપાસ પણ લાલજીભાઈ મહેતા એ માંગેલ છે.

મોરબીની સેવા ભાવી સંસ્થાને ગરીબ-નિરાધાર વ્યકિતને મફત ટીફીન પહોંચાડે છે તેના પ્રમુખ પ્રહલાદસિંહ કે.ઝાલાને ગુજરાત ગેસ લી.કંપનીએ ૨૮૯ યુનીટ ગેસ વાપરેલ તેના બદલે ૩૧૫/૯૯ યુનીટનો વપરાશ બતાવીને રૂા.૧૨,૧૪૭ બીલ આવેલ આ અંગે પ્રહલાદસિંહ ઝાલાએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ ગેસ કંપનીની દલીલ હતી કે ૨૮૯ યુનીટ સાચો પણ બીજો ગેસ લોસમાં ગયેલ છે તે ગ્રાહકને ભરવો પડે એવી દલીલ હતી.પરંતુ ગ્રાહક અદાલતે આ દલીલ માન્ય ન રાખતા જે ૨૮૯ યુનીટ દેખાડે છે તેજ બીલ ગ્રાહકે ભરવાનું થાય આ રીતે ગ્રાહક અદાલતે રૂા.૧૦૦૩ (એક હજાર ત્રણ) ૯ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦ માનસીક ત્રાસ બદલ અને રૂા.૧૦૦૦ ખર્ચના તા.૧૫-૯-૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.મોરબી માં ઘરે ઘરે અને સીરામીક માં ઘણો બધો ગેસ વપરાય છે લોસ ના નાત્રે ગુજરાત ગેસ કા કેટલા કેટલા બીલ આપે છે તેની પણ તપાસની માંગણી લાલજીભાઇ એ કરેલ છે કોઇપણ સંસ્થા કે અન્ય રીતે અન્યાય થતો હોય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મો.૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો.૯૩૭૭૪ ૯૯૧૮૫ અથવા મંત્રી રામ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવો તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News