ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારામાં સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ લાભાર્થીઓને નહિ આપવામાં આવે તો હવે આંદોલન


SHARE







ટંકારામાં સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ લાભાર્થીઓને નહિ આપવામાં આવે તો હવે આંદોલન

ટંકારા ગામના ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના અંદાજીત પાંત્રીસ જેટલા લાભાર્થીઓને સો ચોરસ વાર મફત ઘરથાળના પ્લોટ મંજુર થયેલા છે જેને આજ દિન સુધી પ્લોટની ફાળવણી કરવામાં આવતી નથી. અને પછાતવર્ગના લાભાર્થીઓને નીચે ધરતી અને ઉપર આકાશ જેવો ઘાટ છે. વર્ષ- ૨૦૧૨ અને ૨૦૧૭ માં પણ ટંકારાના ગરીબ લાભાર્થીઓને પ્લોટની "સનતો" આપવામા આવી હતી જે આજે પણ લઈને રખડે છે. જેને હજી સુધી પ્લોટ આપવામાં આવ્યા નથી.

જયારે ૨૦૨૪ માં પણ ઝાંઝવાના જળ સમાન લોલીપોપ આપવામા ટંકારા તાલુકા/જીલ્લાનું સરકારી તંત્ર જરાય કચાસ રાખતું નથી. ટંકારાના મોટા બધા "પોત ખરાબા" માં ગામ તળ નીમ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં હતી ને બે-ત્રણ વાર પંચરોજ કામ પણ થઈ ગયું છે. તો હવે કયા અટકે છે? શા માટે ગામતળ નીમ કરવામા આવતું નથી? શુ આ ટંકારા ગામના ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના લોકો ભારતના નાગરીક નથી? ક્યારે ન્યાય મળશે?

હાલમાં ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલીકા તરીકે જાહેર કરવામાં આવી છે ત્યારે ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડાએ તાલુકા વિકાસ અધિકારી ટંકારાને અંદાજીત પાંત્રીસ જેટલાં પછાતવર્ગના લાભાર્થીઓને તાકિદે ગામ તળ નિમ કરી સત્વરે સો ચોરસ વારના પ્લોટ ફાળવવા લેખીતમાં રજુઆત કરી છે. જો દિવસ પંદરમા ટંકારા તાલુકા/જીલ્લા કક્ષાએથી પ્લોટ આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે બંધારણીય જોગવાઈ મુજબ આંદોલન કરવામા આવશે જેની લેખિતમાં ચીમકી આપવામાં આવી છે. આ તકે સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભાવિનભાઈ, હમીરભાઈ ટોળીયા તેમજ ટંકારાના તમામ લાભાર્થીઓ હાજર રહ્યાં હતાં.






Latest News