ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રવાપર પાસે સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો ૭૦૦ થી વધુ લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર: ચીમકી


SHARE







મોરબીમાં રવાપર પાસે સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ન ઉકેલાય તો ૭૦૦ થી વધુ લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર: ચીમકી

મોરબી જિલ્લાના પોસ વિસ્તારમાં આવતા રવાપર ગામ પાસેના સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે જો કે, તેને ઉકેલવામાં આવી રહી નથી અને છેલ્લા દિવસોથી પાણી આવતું જ નથી જેથી કરીને સ્થાનિક લોકો ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને જો પાણીની સમસ્યાને ઉકેલવામાં નહિ આવે તો આગામી સમયમાં આવનાર લોકસભાની ચુંટણીમાં ત્યાં રહેતા ૭૦૦ થી વધુ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

સામાન્ય રીતે ઉનાળામાં છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તે સમજી શકાય તેવી વાત છે જો કે, મોરબીના રવાપર ગામે પંચાયતની બાજુની શેરીમાં દર્પણ-૨ સોસાયટી આવેલ છે જેમાં જુદાજુદા ૧૩ એપોર્ટમેન્ટ આવેલ છે અને ત્યાં આજની તારીખે ૭૦૦ થી વધુ લોકો રહે છે જેમને પાણી માટે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે તેના માટે અગાઉ પાલિકાના સભ્યોને તેમજ પાલિકાના અધિકારીને સ્થાનિક લોકોએ રજૂઆત પણ કરી હતી જો કે, આજની તારીખે પણ લોકો પણી માટે હેરાન છે અને પ્રશ્ન ઉકેલતો જ નથી જેથી રોષે ભરાયેલા સ્થાનિક મહિલાઓ સહિતના ૧૫૦ થી વધુ લોકો ઉમા ટાઉનશિપમાં રહેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ઘરે તેમજ કલેક્ટરને કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર આપીને પાણી આપવાની માંગ સાથેની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે લોકોએ કહ્યું હતું કે, દર્પણ-૨ સોસાયટી, સંગમ રેસીડેન્સી-એ, સંગમ રેસીડેન્સી-બી, સંગમ રેસીડેન્સી-સી, સંગમ રેસીડેન્સી-ડી, એકતા અવેન્યું, વ્હાઈટ હાઉસ, સત્યમ એપાર્ટમેન્ટ, સત્યમ-૨ એપાર્ટમેન્ટ, શિવમ એપાર્ટમેન્ટ, સુંદરમ્ એપાર્ટમેન્ટ, ઓપેરા હાઉસ, એકતા હિલ, પટેલ પેલેસમાં જો પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીનો ત્યાના લોકો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે વધુમાં લોકોએ જણાવ્યુ હતું કે હાલમાં લોકો ટેન્કર માંગવીને કે પછી બોરના પાણી વાપરે છે ત્યારે પાલિકાનું પાણી બાજુની સોસાયટીમાં આવે તો પછી આ ૧૩ એપાર્ટમેંટમાં રહેતા લોકોને કેમ પાણી આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે મોરબીમાં ઉમા ટાઉનશિપમાં રહેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાસે લોકો પહોચ્યા હતા ત્યારે તેની રજૂઆતને સાંભળીને પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવા માટે અધિકારીને સૂચના આપેલ હતી અને તે વિસ્તારમાં કચરા અને લાઇટ માટેની પણ રજૂઆત લોકોએ કરતાં તેના માટે પણ અધિકારીને યોગ્ય કરવા માટે ધારાસભ્યએ સૂચના આપેલ છે






Latest News