મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા પાસેથી ૨૩ પાડા ભરેલ આઇસરને ગૌરક્ષકોએ પકડ્યું


SHARE











માળીયા હળવદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા પાસેથી ૨૩ પાડા ભરેલ આઇસરને ગૌરક્ષકોએ પકડ્યું

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસેથી આઇસર ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખીને વાહનને ચેક કરતા તેમાંથી કતલખાને લઈ જવામાં આવતા ૨૩ પાડા મળી આવ્યા હતા જેથી કરીને અબોલ જીવ તેમજ વાહન મળીને ૨.૪૬ લાખના મુદામાલને કબજે કરવામાં આવ્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરીને તેની સામે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

કચ્છ બાજુથી અમદાવાદ તરફ કતલખાને અબોલજીવને લઈ જવાના છે તે પ્રકારની હકીકત ગૌરક્ષકોને મળી હતી જેથી માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસે ગૌરક્ષકોની ટીમ વોચમાં હતી ત્યારે મળેલ બાતમી મુજબનું આઇસર નંબર જીજે ૧ એચટી ૫૬૧૫ ત્યાંથી નીકળતા તેને રોકીને જરૂરી આધાર પુરાવા, પરમિટ કે પ્રમાણપત્ર હોય તો તેને માંગ્યા હતા ત્યારે તેની પાસે કશું જ હતું નહી જેથી કરીને પોલીસને સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આઇસર વાહનમાંથી દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલા ૨૩ પાડા મળી આવતા ૪૬ હજાર રૂપિયાની કિંમતના અબોલજીવ અને બે લાખનું વાહન આમ કુલ મળીને ૨.૪૬ લાખના મુદામાલ સાથે આઇસરના ડ્રાઇવર જાવેદ ઝાકીર શાહ જાતે મુસ્લિમ (૨૬) અને સફાન ઇરફાન છીપા જાતે મુસ્લીમ (૨૪) રહે. બંને રામ રહીમ ટેકરો નગીના મસ્જીદ ગલી-૧૧ બેહ્રામપુરા અમદાવાદ વાળા મળી આવ્યા હતા જે બંને શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News