મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ, ૨૭ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ, ૨૭ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર અને સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની નાની મોટી કુલ મળીને ૨૭ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા બે ગુના નોંધીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના શનાળા રોડ પાસે કન્યા છાત્રાલય રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૧૦૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દિનેશભાઈ જેમલભાઈ નાંગર જાતે રબારી (૪૨) રહે. કુબેરનગર શેરી નં-૩ મોરબી મૂળ રહે. ચાંચાપર વાળાની ધરપકડ કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં અરિહંતનગરમાં રહેતો શખ્સ ત્યાંથી પ્લાસ્ટિકનો કોથળો લઈને જય રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ૨૫ બોટલો મળી આવતા પોલીસે ૨૫૦૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે આરોપી પિયુષભાઈ ઉર્ફે ખારો બાબુભાઈ કુવરિયા જાતે કોળી (૪૨) રહે. ઋષિકેશ વિદ્યાલયની બાજુમાં અરિહંતનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સોની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં હવે પોલીસ તપાસ કરશે






Latest News