ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાથી વતનમાં જવાની મોટા ભાઈએ ના પડતાં યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE







ટંકારાથી વતનમાં જવાની મોટા ભાઈએ ના પડતાં યુવાને ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાની લજાઇ ચોકડી પાસે આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા યુવાને ઓરડીની અંદર જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને વતનમાં જવું હોય મોટાભાઈએ વતનમાં લેવાની ના પાડતા લાગી આવતા તેને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ગામ પાસે મેગાડોટ પોલીપેક કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુમનકુમાર સીતારામ મંડલ (૨૫) નામના યુવાને ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ એસ.બી. સીદીકી દ્વારા કરવામાં આવેલ હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન અને તેના બે ભાઈ અહીંયા કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરે છે જોકે મૃતક યુવાનને વતનમાં જવું હોય તેના ભાઈએ હમણાં વતનમાં જવાની ના પાડતા તે બાબતે લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News