મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે રણમાં માસૂમ દીકરાની હત્યા કરનારા બાપ સામે માતાએ ફરિયાદ નોંધાવી


SHARE











હળવદના ટીકર પાસે રણમાં માસૂમ દીકરાની હત્યા કરનારા બાપ સામે માતાએ ફરિયાદ નોંધાવી


હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે  પિતાએ દોઢ વર્ષના બાળકને ભાગી ગયો હતો અને ત્યાર બાદ તેને માસૂમ બાળકનો ઘા કર્યો હતો જેથી કરીને બાળકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું. જે બનાવમાં હાલમાં મૃતક બાળકની માતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માસૂમ બાળકની હત્યા કરનારા બાપની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં રહેતા અસગરભાઈ અને તેના પત્ની અમીનાબેન વચ્ચે સોમવારે સવારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. અને ત્યાર બાદ અમીનાબેનના હાથમાં રહેલ તેના દોઢ વર્ષના દીકરાને લઈને અસગરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ બાવળની જાળી જેવો વિસ્તાર છે ત્યાં બાળકનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું આ બનાવની હળવદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક બાળકની માતા અમીનાબેન અસગરભાઈ માણેક જાતે મિયાણા (૨૪) રહે. મૂળ કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાએ ફરિયાદ લઈને તેના પતિ અજગરભાઈ અનવરભાઈ માણેક જાતે મિયાણા રહે. કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે વધુમાં ફરિયાદી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેના પતિએ તેને લગ્નમાં કોઈની સાથે બેસવા જવાનું નથી તેવું ખીને બોલાચાલી કરી હતી અને ત્યારે ફરિયાદી મહિલાએ તેના દીકરા અરમાનને લઈને પિયરમાં જવાની વાત કરી હતી ત્યારે આરોપીએ તેને પિયરમાં જવાની ના પડી હતી ત્યાર બાદ આરોપી તેના ૧૩ મહિનાના દીકરા અરમાનને લઈને ઘરની પાછળ આવેલ ખેતરના માર્ગે ગયો હતો અને ત્યાં માસૂમ બાળકનો ઘા કર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News