ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા પ્રાચીન ગરબીના આયોજકો-બાળાઓનું કરાયું સન્માન


SHARE







મોરબી લાયન્સ ક્લબ દ્વારા પ્રાચીન ગરબીના આયોજકો-બાળાઓનું કરાયું સન્માન

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આવા ગરબીનાં આયોજકોનું, પૂજારીનું અને ગરબીની બાળાઓનું લાણી આપને સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના માળીયા(મી.) ગામમાં  પોલીસ લાઈન ખાતે શીતળા માતા ગરબી મંડળ આશરે ૧૨૫ વર્ષ પહેલાથી પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરી રહ્યા છે જેમાં હાલમાં પોલીસ લાઈન માં રહેતા સેવાભાવી પૂજારી હરી મારાજ, આયોજક બહેન જ્યોત્સનાબા જાડેજા તેમજ પીએસઆઈ એન.એચ. ચુડાસમા તેમજ પોલિસ લાઈનનાં કર્મચારી ભાઈઓ દ્વારા ખુબ જ સુંદર આયોજન કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, માળીયા(મી) ગામમાં વધીને ૧% હિન્દૂની વસ્તી છે આમ છતાં આજે ૧૨૫ વર્ષથી એજ આશ્થા અને પવિત્ર ભાવનાથી નાની નાની બાળાઓ અને માઈ ભક્તો દ્વારા જગજનનીમાં ભગવતીની ભક્તિ આરાધના અવિરત ચાલે છે. જેમાં ગામની આશરે ૫૫ બાલિકા સાથે માળીયા ગામની મુસ્લિમ પરિવારની ૨૦ જેટલી બાળાઓ પણ હોસે હોસે માતાના ગુણગાન ગાવા અને ગરબે રમવા આવે છે. આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીમાંથી પ્રમુખ ટી.સી. ફુલતરીયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, ચંદુભાઈ કુંડારીયા, રંગપરીયાભાઈ, ઝાલરિયા, તેમજ પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ કાવર, રીજીયન ચેરપર્સન પી.એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા ખાસ હાજર રહ્યા હતા






Latest News