મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે સિદ્ધિવિનાયક ગરબીમાં આજે નવદુર્ગા એક સાથે ગરબે ઘૂમશે


SHARE







મોરબીના વાવડી ગામે સિદ્ધિવિનાયક ગરબીમાં આજે નવદુર્ગા એક સાથે ગરબે ઘૂમશે

મોરબી જીલ્લામાં હાલમાં નવરાત્રિ દરમ્યાન જુદાજુદા કાર્યક્રમો યોજાઇ છે ત્યારે મોરબીના વાવડી ગામે સિદ્ધિવિનાયક ગરબીમાં આજે નવદુર્ગા એક સાથે ગરબે ઘૂમશે અને મોરબીના “હેર ડોટ કોમ” સલૂન & સ્ટાઈલિંગ સ્ટુડિયો દ્વારા નવરાત્રીના નવમા નોરતે ૨૧ બાળાઓને નવદુર્ગા માતાજીનો આબેહૂબ મેકઅપ વિના મૂલ્યે કરી આપવામાં આવેલ છે

મોરબીમાં રવાપર રોડે લીલાલહેર સામે આવેલ “હેર ડોટ કોમ” ફેમિલી સલૂન દ્વારા વાવડી ગામે કરવામાં આવતી સિદ્ધિ વિનાયક ગરબીની બાળાઓને નવદુર્ગાના રૂપમાં મેકઅપ આપી આબેહૂબ કરી આપવામાં આવ્યો છે અને આજે નવદુર્ગાના રૂપમાં બાળાઓમાં સાક્ષાત માતાજીનું સ્વરૂપ જોવા મળશે. અને હાથમાં ત્રિશુલ સાથે બાળાઓ ગરબે ઘુમશે. આ ગરબીના આયોજક અને હેર સ્ટાયલિસ્ટ પ્રિન્સભાઈએ જણાવ્યું હતું કે, મોરબીના વાવડીગામે અમે ગરબાનું આયોજન કરી રહ્યાં છીએ ત્યાં દુર્ગાષ્ટમીના દિવસે બાળાઓ ખોડિયાર માતાજી અને તેમની બહેનોનું રૂપ ધારણ કરીને રાસ રજૂ કરશે




Latest News