ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામમાં ૨૫ દાદીમાઓએ સમૂહમાં ઉજવ્યો જન્મ દિવસ


SHARE







ટંકારાના ભૂતકોટડા ગામમાં ૨૫ દાદીમાઓએ સમૂહમાં ઉજવ્યો જન્મ દિવસ

જીવનની સંધ્યાકાળે લગભગ બધું જ ભૂલી જવાતું હોય છે ત્યારે જન્મદિવસ તો કેમ યાદ હોય? જિંદગીના ૭૦-૮૦ પાનખર વીત્યાબાદ અચાનક જ કોઈ હેપી બર્થ ડે કહે તો ? ટંકારાના ભૂતકોટડા ગામમાં મહિલા દિવસે એવું બન્યું હતું કે એક સાથે ૨૫ દાદીમાનો એક સાથે જન્મદિવસ  ઉજવાયો હતો

ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામે ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપક્રમે શાળાના શિક્ષિકા બહેન ગીતાબેન એમ. સાંચલા સંચાલિત કંકણ ગ્રુપ તથા ગીતાબેન દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦ વર્ષથી ઉપરના ૨૫ દાદીમાના હસ્તે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તમામ વડીલ દાદીમાનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું આ તકે મોરબી જિલ્લા ડીપીઓ નમ્રતાબેન મહેતા, દિનેશભાઇ ગરચર, જારીયાભાઈ, કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઢેઢી તેમજ ઇન્ડિયન લાયન્સ તેમજ ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખો સહિતના હાજર રહ્યા હતા અને લાયન્સ ક્લબના કે.પી. ભાગિયા તેમજ સાથી મિત્રો તરફથી શાળાના તમામ બાળકોને યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન તેમજ કંકણ ગ્રુપના બહેનો સરપંચ પંકજભાઈ ભાગિયા, ચીમનભાઈ ઢેઢી, ગામના આગેવાનો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News