મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે ઢોર બાંધવાના વાડામાં દાટીને રાખવામા આવેલ દારૂની ૧૨૮ બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના જાંબુડીયા ગામે ઢોર બાંધવાના વાડામાં દાટીને રાખવામા આવેલ દારૂની ૧૨૮ બોટલ સાથે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં શિવ શક્તિ કાંટા પાછળ ઢોર બાંધવાના વાડામાં તાલુકા પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જમીનમાં દાટીને પ્લાસ્ટિકના કેરબા રાખવામા આવ્યા હતા તે કેરબામાંથી દારૂની ૧૨૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ સાથે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ તાલુકા પીઆઇ કે.એ.વાળાએ કોન્સ્ટેબલ જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં શિવશક્તિ કાંટા પાછળ વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ વાળો પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ ઢોર બાંધવાના વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલગ-અલગ જગ્યાએ જમીનમાં ખાડા બનાવી પ્લાસ્ટિકના ડ્રમ રાખવામા આવ્યા હતા જેને ચેક કરવામાં આવતા તેમાથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૧૨૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૯,૩૦૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિંહ રાઠોડ જાતે દરબાર (૩૪) રહે. જાંબુડીયા ગામની સીમશિવ શક્તિ કાંટા પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવેલ છે અને આ કેસની આગળની તપાસ પીએસઆઈ બી.એમ. બગડા ચલાવી રહેલ છે.






Latest News