મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

વિશ્વ મહિલા દિવસ: ટંકારાના હડમતિયામાં પિતાની છત્રછાયા ગુમાવી દેનાર 3 દીકરી-1 દીકરાને માતાએ પગભર કર્યા


SHARE







વિશ્વ મહિલા દિવસ: ટંકારાના હડમતિયામાં પિતાની છત્રછાયા ગુમાવી દેનાર 3 દીકરી-1 દીકરાને માતાએ પગભર કર્યા

ટંકારાના હડમતિયામાં નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અભણ વિધવા માતાએ સંતાનોને માસ્ટર ડિગ્રીઓ અપાવી માનવ સમાજમાં પિતા વિનાના બાળકોને પ્રેરણાસ્તોત્ર સત્ય હકિકત દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે

ટંકારાના હડમતિયા ગામના લેઉવા પટેલ પરિવારમાં છ વ્યક્તિનું કુંટુંબ ઘરાવતા હર્યાભર્યા પરિવારમાં મોભ સમાન પિતા જેરાજભાઈ દેવાભાઈ ડાકાનું ૧૯૯૨ માં માર્ગ બાઈક અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું ત્યારે નાનકડું ગામ પણ શોકમગ્નમાં ગરકાવ થઈ ગયું હતું અને પરિવારમાં માતા સહિત ત્રણ દિકરીઓ અને એક પુત્ર પર જાણે આભ તુટી પડ્યું હોય તેમ જેમની મોટીપુત્રી ત્યારે દક્ષાબેન (૬), બીજીપુત્રી રશ્મિતાબેન (૪), ત્રીજા ક્રમે પુત્ર હિતેષ (૨) અને ચોથા ક્રમે પુત્રી પુનમબેન (૩ માસ)ના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને પરિવાર પર આવી પડેલી કપરી પરિસ્થિતીનો માતા અને દિકરીઓએ સમય સાથે બાથ ભીડીને સામનો કર્યો હતો. જેની ઉંમર ઢીંગલા-પોતીકા રમવાની હતી તેવા સમયે અભણ માતાને ખેતીકામમાં મદદ કરી આ ત્રણે બહેનોએ નાનકડા ભાઈનું પણ જતન કરવામાં પાછી પાની ન કરી અભ્યાસની સાથે ઘરની જવાબદારી પણ એટલી જ હતી. માતા અનસોયાબેન ડાકા કાળી રાત્રીના સમયે વન્યપ્રાણીઓના ડર વિના ખેતરમાં પાણી વાળીને પોતાના સંતાનોને ભણાવ્યા હતા અને તેની દીકરી દક્ષાબેન M.A.B.ed, બીજી રશ્મિતાબેન M.A., ત્રીજી પુનમબેન B.A. P.T.C. અને દીકરા હિતેષે B.E. Engineering ની પરીક્ષા પાસ કરેલ છે હાલ અનશોયાબેન ડાકાએ ત્રણે પુત્રીઓને સાસરે વળાવી સસરાપક્ષ તેમજ ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજમા પણ મોભો ઉંચો રાખ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ હિતેષભાઈએ હાલ જીપીએસસીની એક્ઝામ પાસ કરી છે અને આગળ પણ પ્રગતિ કરે તેવી માતાએ શુભકામનાઓ પાઠવેલ છે અને વર્તમાન સમાજમાં એક અભણ માતાએ સંતાનોનું જતન કરી આપણી ગુજરાતી કહેવત "નારી તું નારાયણી", "નારી તું ના હારી" ને સાર્થક કરી બતાવેલ છે






Latest News