મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ સારવારમાં લઈ જવાતી ટંકારાની મહિલાનુ એમ્બ્યુલન્સમાં ચાલુ સારવારે મોત


SHARE







ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા મહિલાને ટીબીની બીમારી માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ મારફતે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં ટંકારાથી આગળ ખજૂરા હોટલ અને હર્બટીયાળી વચ્ચે ચાલુ વાહનમાં તેમનું મોત નિપજયુ હતું જેથી કરીને તેના મૃતદેહને ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા ગીતાબેન કમણભાઈ વરુ જાતે ભરવાડ (૩૮) નામના મહિલાને ટીબીની બીમારી હોય તેઓને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે ટંકારાથી આગળ ખજૂરા હોટલ અને હરબટીયાળી વચ્ચે ચાલુ વાહને તેઓનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેમના દિયર ગોવિંદભાઈ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ૧૧ વર્ષનો હતો અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે






Latest News