ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરનાર ચાર વ્યાજખોર સહિત સાત સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાંથી યુવાનો મૃતદેહ બે દિવસ પહેલા મળી આવ્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ચાર વ્યાજખોર સહિત કુલ મળીને સાત શખ્સોની સામે હાલમાં તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મોરબી તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ ફ્લેટ નંબર ૨૮ બ્લોક નંબર ૪૦૩ માં રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયા જાતે પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દિનેશભાઈ આહિર આસ્થા વાળા, રાજુભાઈ બોરીચા ખાખરાળા વાળા, લાલાભાઇ સનાળા વાળા, ભાવેશભાઈ ગોધવીયા વાવડી વાળા, સંજયભાઈ ભરવાડ, જયેશભાઈ કાસુન્દ્રા અને વિકાસભાઈ પડસુંબીયા રહે.નાની વાવડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેમ જણાવ્યુ છે કે ફરિયાદીના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા (૩૫) એ દિનેશભાઈ આહિર, રાજુભાઈ બોરીચા, લાલાભાઇ અને ભાવેશભાઈ ગોધવીયા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેના ભાઈએ આરોપીઓને રૂપિયા ચૂકવી દીધા હતા છતાં ધાક ધમકી આપી તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ફરિયાદીના ભાઈને જયેશભાઈ કાસુન્દ્રા, વિકાસભાઈ પડસુંબીયા અને સંજયભાઈ ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નીકળતા હતા તે રૂપિયા માંગતા સમયસર રૂપિયા નહીં આપીને માનસિક ત્રાસ આપીને હેરાન કરી તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હતો જેથી કરીને ફરિયાદીના ભાઈએ ગત તા.૨૨-૨ ના રાત્રે આઠેક વાગ્યા પહેલા કોઈપણ સમયે મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેને મરવા માટે મજબૂર કરનારા ચાર વ્યાજખોર સહિત કુલ મળીને સાત વ્યક્તિઓની સામે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે.






Latest News