મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી


SHARE







માળિયા-વનાળિયા પંચાયત વિસ્તારમાં પાણીની સમસ્યા ન ઉકેલતા સરપંચ અને સભ્યોની આત્મવિલોપનની ચીમકી

મોરબી નજીક આવેલ માળિયા વનાળિયા પંચાયતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી જેથી કરીને તેની અનેક વખત રજુઆત કરી છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા વનાળીયા ગામના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે તેને ઉકેલવા માટે વારંવાર રજૂઆત કરેલ છે તો પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી અને સરકાર દ્વારા હર ઘર નલ, હર ઘર જલ, યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો પણ લોકોને પાણી માટે હેરાન થવું પડે છે આ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭૦૦ જેટલા લોકો હાલમાં રહે છે અને ત્યાં લોકોને પાણીની પ્રાથમિક સુવિધા મળી રહી નથી. અને અધિકારીઓએ વારંવાર કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને લઈને કામ કરી રહ્યા નથી જેથી કરીને આ ગામના સરપંચ, ઉપસરપંચ, ચેરમેન તેમજ પંચાયતના તમામ સભ્યોએ આગામી તા ૨૬ ને સોમવારના રોજ કલેક્ટર કચેરી ગ્રાઉન્ડમાં સવારે ૧૧ વાગ્યે સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News