મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદની માથક શાળાના બાળકોએ બેગલેસ ડે માં સરકારી કચેરીઓ, માર્કેટ યાર્ડ અને કોર્ટની મુલાકાત લીધી


SHARE







હળવદની માથક શાળાના બાળકોએ બેગલેસ ડે માં સરકારી કચેરીઓ, માર્કેટ યાર્ડ અને કોર્ટની મુલાકાત લીધી

હળવદના માથક ગામની પે સેન્ટર શાળામાં ધો. ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હળવદ માર્કેટ યાર્ડ, કોર્ટ, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત તથા આઈ.ટી.આઈ. ની મુલાકાત લીધી હતી ત્યારે માર્કેટ યાર્ડની મુલાકાત સમયે ખેડૂતો દ્વારા લાવેલા વિવિધ પાકોનો ભાવ હરાજી દ્વારા કઈ રીતે નક્કી થાય, કેવી રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેની માહિતી આપવામાં આવી હતી ત્યાર બાદ બાળકોએ કોર્ટની મુલાકાત લીધી હતી ત્યારે કોર્ટમાં ચાલી રહેલા ફોજદારી કેસને પ્રત્યક્ષ નિહાળવાનો મોકો બાળકોને મળ્યો હતો. તેમજ કોર્ટના જજ અને સરકારી વકીલ દ્વારા બાળકોને તમામ બાબતોની માહિતી આપવામાં આવી હતી આવી જ રીતે મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. અને ત્યાં જથી કામગીરીની માહિતી મેળવી હતી આ કાર્યક્રમનું આયોજન માથક પે સેન્ટર શાળા પરિવારના આચાર્ય તથા શિક્ષક ગણ દ્વારા કરવામાં આવેલ હતું.






Latest News