મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા
Breaking news
Morbi Today

અમૃતકાળનું રાજ્ય સરકારનું બજેટ ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE











અમૃતકાળનું રાજ્ય સરકારનું બજેટ ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જશે: કાંતિભાઈ અમૃતિયા

ગુજરાત સરકારના અમૃત કાળના બજેટને અનુમોદન આપીને આવકારીને વિધાનસભામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મનનીય વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા જેમાં તેને જણાવ્યુ હતું કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અંદાજપત્ર રજૂ કર્યું છે તેને અનુમોદન આપીને મોરબીને મળેલા લાભો અને મળતી સુવિધાઓ વિષે અનુભવપૂર્ણ પ્રવચન આપ્યું હતું અને મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો તથા કૃષિ કોલેજ ફાળવાતા કૃષિમંત્રી શ્રીરાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે

મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગ વિશે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે મીઠાના અનેકવિધ ઉપયોગો છે. મીઠાના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત ત્રીજા ક્રમે છે. સમગ્ર ભારતના મીઠાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭૦ ટકા જેટલો છે, જે પૈકી મોરબી જિલ્લામાં પણ ઉલ્લેખનીય માત્રામાં મીઠું ઉત્પાદન થાય છે. વિશ્વના ૫૫ જેટલા દેશોમાં મીઠાની નિકાસ કરીને ભારત કીમતી હૂંડિયામણ પણ મેળવે છે મીઠાના મોટા ઉત્પાદકો ઉપરાંત ૧૦ એકર મીઠું ઉત્પાદન કરનારા અગરિયા અને શ્રમિકો માટે તત્કાલીન મુખ્યમંત્રી અને લોકપ્રિય વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિશેષ પ્રોત્સાહન તથા સુવિધાઓ આપી છે જેને અન્ય તમામ મુખ્યમંત્રીઓએ આગળ ધપાવી છે થોડા સમય પહેલા મોરબી વિસ્તારના મીઠા ઉદ્યોગોના પ્રશ્નો માટે બહોળા પ્રતિનિધિમંડળ સાથે ધારાસભ્ય શ્રીકાંતિભાઈ અમૃતિયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા વનમંત્રી મુળુભાઈ બેરા સમક્ષ પ્રશ્નોની રજુઆત કરી હતી અને મહદ અંશે તમામ પ્રશ્નોનો તુર્ત જ નિકાલ લઈ આપવા બદલ બંને મહાનુભાવઓનો પણ આભાર માન્યો હતો.

મોરબી જિલ્લામાંથી જ મીઠાની નિકાસ થાય તે માટે સરકારએ નવી જેટ્ટી મંજૂર કરવામાં આવતા  સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને મીઠા ઉદ્યોગને પીવાના કે સિંચાઈના પાણીથી નુકસાન ન જાય તે માટે મોરબી-માળીયા તાલુકાના લગભગ તમામ ગામ તળાવ તથા સીમ તળાવોને ઈન્ટરલિંક કરી તળાવો ભરવાની બહુલાભિત ૧૫૦ કરોડથી વધારે રકમની યોજના લઈ આવવા માટે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે મીઠા ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોના બાળકોને ઉચિત રીતે શિક્ષણ મળી રહે તે માટે ટી.વી. પંખા અને અન્ય વિશેષ સુવિધા ધરાવતી સ્કૂલ ઓન વ્હીલ ચલાવવા માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરનો પણ આભાર વ્યક્ત કરેલ છે અને એકંદરે અમૃતકાળનું ગુજરાતનું આ બજેટ ગુજરાતને નવી ઊંચાઈ પર લઈ જશે એવો આશાવાદ વ્યક્ત કરી નાણામંત્રીને અભિનંદન આપીને કાંતિભાઈ અમૃતિયાએ અંદાજપત્રને અનુમોદન આપ્યું હતું.






Latest News