સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેજલપર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થતાં યુવાન સારવારમાં


SHARE











માળીયા (મી)ના વેજલપર ગામે ખેતરમાં દવા છાંટતા સમયે ઝેરી અસર થતાં યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ખેતરમસ દવા છાંટતા સમયે ઝેરી અસર થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા છે અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઈ પ્રભાતભાઈ નાયકા (૨૬) નામનો યુવાન ખેતરે દવાનો છંટકાવ કરતો હતો ત્યારે તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી જો કે, બનાવો માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ ધર્મ સોસાયટીમાં રહેતા દેવરાજ વાલજીભાઈ આજોલિયા (૩૧) નામના યુવાનને રાજકોટની મવડી ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ રાજકોટ પોલીસમાં હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા બિલ્કિસબેન બસીરભાઈ સોલંકી (૪૬) નામના મહિલા બાઇકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે મામા સાહેબના મંદિર નજીક બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મહિલાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ લોમજીવન પાર્કમાં રહેતા ગીતાબેન દીપકભાઈ રાવલ (૪૯)  નામના મહિલાને રાજકોટમાં ત્રિકોણબાગ પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેને ઇજા થઇ હોવાથી સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આલગની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News