મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી નજીક ટ્રેન હડફેટે આઠ ગાયના મોત: બે ને ઇજા 


SHARE











મોરબીની પીપળીયા ચોકડી નજીક ટ્રેન હડફેટે આઠ ગાયના મોત: બે ને ઇજા 

મોરબીથી નવલખી તરફ જતી રેલ્વે લાઇન ઉપર પીપળીયા ચોકડી પાસે રેલ્વે ટ્રેક ઉપર દસ જેટલી ગાય આવી ગઈ હતી અને ટ્રેનની હડફેટે ચડી ગઈ હતી જે બનાવમાં આઠ જેટલી ગાયના મોત નીપજયાં હતા અને બે ગાયને ઇજા થયેલ હોવાની માહિતી મળી રહી છે અને ઇજા પામેલ ગાયને મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળા ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે

મોરબીની પીપળીયા ચોકડી પાસેરી પસાર થતી રેલ્વે લાઇન ઉપર ગઇકાલે સાંજના સમયે ફાટક પાસે દસ જેટલી ગાય રેલ્વે ટ્રેક ઉપર આવી ગયેલ હતી અને ત્યારે ત્યાથી માલગાડી પસાર થઈ રહી હતી જેથી કરીને રેલ્વે ટ્રેક ઉપર આવી ગયેલ ગાય ટ્રેન હડફેટે ચડી ગયેલ હતી જેથી કરીને ઇજાઓ થવાના લીધે આઠ જેટલી ગાયના મોત નીપજયાં છે અને બે ગાયને ઇજા થયેલ હોવાથી તેને સેવાભાવી યુવાનોએ સારવાર માટે મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળામાં ખસેડી હતી અને જે ગાયના ટ્રેન હડફેટે ચડી જવાથી મોત નિપજ્યાં હતા તેની અંતિમવિધિ સેવાભાવી યુવાનોએ જેસીબીની મદદથી ખાડા ખોદીને કરી હતી






Latest News