મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનાર યોજાયો


SHARE







મોરબીની નવયુગ નર્સિંગ કોલજમાં વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમીનાર યોજાયો

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નર્સિંગ કોલેજ તેમજ બી.એડ્. કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નિવૃત શિક્ષક અને રક્તપિત્ત પીડિતો, અનાથ અને વિકલાંગોની સેવામાં જીવન સમર્પિત કરનાર એવા ચંદુભાઈ દલસાણીયા તેમજ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા કમલેશભાઈ દલસાણીયાને મુખ્ય વક્તા તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું જેમાં તેમણે રક્તપિત્ત  રોગના લક્ષણો, તેના ઉપાયો તેમજ તેની સારવાર અંગે સચોટ માહિતી આપી હતી તેમજ રક્તપિત્ત પીડિતો માટે ઉત્તમ કાર્ય કરતી સંસ્થા એવી સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ, હિંમતનગર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને વર્લ્ડ લેપ્રસી ડે નિમિત્તે રક્તપિત્ત રોગના લક્ષણો, નિવારણ, ઉપચાર, તેમજ આ રોગથી બચવા શું કાળજી લેવી તે અંગે માહિતી આપતા પોસ્ટર  પ્રેઝેન્ટેશન કર્યું હતું. આ આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને તેને સફળ બનાવવા પ્રિન્સિપાલ અને સ્ટાફગણએ જહેમત ઉઠાવી હતી.






Latest News