ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું પાસે રામકો વિલેજના ઘરમાંથી દારૂની ૩૦ બોટલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીના ઘૂટું પાસે રામકો વિલેજના ઘરમાંથી દારૂની ૩૦ બોટલ સાથે એક શખ્સની ધરપકડ

મોરબી નજીકના ઘૂટું ગામે આવેલ રામકો વિલેજમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૩૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૪,૨૯૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, મોરબી નજીકના ઘૂટું પાસે આવેલ રામકો વિલેજમાં રહેતા દેવશીભાઈ ઉડેચાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૪,૨૯૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દેવશીભાઈ જેરામભાઈ ઉડેચા જાતે કોળી (૨૮) રહે. મૂળ સુલતાનપુર તાલુકો માળીયા હાલ રહે. ઘૂટું ગામ પાસે રામકો વિલેજ મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

બે બોટલ  દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી ફાટક પાસેથી પસાર થઈ રહેલા સપને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની બે બોટલો મળી આવતા પોલીસે 1120 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સંજયભાઈ ચંદુભાઈ પરેશા જાતે કોળી 23 રહે નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ પાસે મફતિયા પરા મોરબી વાળાની ધરપકડ કરી હતી ને તેની સામે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News