મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો

ભારતના ૭૫ માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા (IAS)ના હસ્તે અંદાજે ૪૫૦ બાળકો તથા જિલ્લા પંચાયતના કર્મચારી/અધિકારી ગણની હાજરીમાં ધ્વજારોહણ કરવામાં આવેલ હતો અને પ્રજાસત્તાક દિન ની ઉજવણીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો જેવા કે ગરવા ગુજરાતની સાંસ્કૃતિક જાખીના ભાગરૂપે મોરબી જિલ્લાની સાર્થક વિદ્યાલયઉમા વિદ્યા સંકુલ તેમજ અભિનવ સ્કુલ ના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના ૩૯ જેટલા બાળકોને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવેલ હતું સદરહુ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે જિલ્લાની આરોગ્ય શાખાના કુલ ૫ કર્મચારીનું સન્માનકુલ ૬ જેટલા દિવ્યાંગ બાળકોને UDID કાર્ડ વિતરણ HTAT ૩ જેટલા આચાર્યના અજમાયશી સમયગાળો પુર્ણ કર્યાના પ્રમાણપત્ર એનાયત અને પશુપાલન વિભાગના કર્મચારીનું મોબાઈલ પશુ એમ્બ્યુલન્સની સારી કામગિરી અન્વયે સન્માન કરવામાં આવેલ છે






Latest News