મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર


SHARE







હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર

હળવદ તાલુકા પોલીસ સ્ટેશમાં નોંધાયેલા અપહરણ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીએ રેગ્યુલર જામીન માટે એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

આ કેસની ટૂંકી વિગત આપતા વકીલે જણાવ્યુ હતું કે, હળવદ પોલીસે આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયક રહે. અણીયાદ બીલીયા બેડા ફળીયુ તાલુકો શહેરા જિલ્લો પંજાબ વાળા ની આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬ (૩), ૧૧૪, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટ ની કલમ ૪, ૫ (એલ), , ૧૭ મુજબ ના ગુન્હાના કામે ધરપકડ કરી હતી અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો અને ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા જેના પોકસો કેશ નં. ૧/૨૪ થી સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીનની અરજી કરી હતી જેમાં એડવોકેટ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈને જજ ડી.પી. મહીડા સાહેબ એ આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયકને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાજબેન પરમાર રોકાયેલ હતા






Latest News