મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં ઘર પાસેથી બાઇકની ચોરી


SHARE







મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં ઘર પાસેથી બાઇકની ચોરી

 

મોરબીના જુના ઘુટું રોડ ઉપર આવેલ મધુસ્મૃતિ સોસાયટીમાં રહેણાંક મકાન પાસે પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મહિલા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ મધુસ્મૃતિ સોસાયટીમાં રહેતા સંજીદાબેન ખાતુન સરઉવર ખાન (૪૫) એ અજાણ્યા શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે,  મધુ સ્મૃતિ સોસાયટીના ઘર નંબર-૪૨ પાસે બાઈક નંબર જીજે ૩૬એબી ૮૯૦૮ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે મહિલાએ નોંધાવેલ ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

દેશી દારૂ

મોરબીના બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગર શેરી નંબર ત્રણમાં રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી તેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી ૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને રમેશભાઈ ઉર્ફે નન્નો નથુભાઈ કડેવાર (૬૨ રહે ભક્તિનગર સર્કલ પાસે લાયન્સનગર:વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News