મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના પગાર કાંડમાં વધુ બે આરોપીના જામીન મંજૂર: રાણીબા સહિત બે આરોપી હજુ પણ જેલમાં


SHARE







મોરબીના પગાર કાંડમાં વધુ બે આરોપીના જામીન મંજૂર: રાણીબા સહિત બે આરોપી હજુ પણ જેલમાં

મોરબીમાં રવાપર ચોકડીએ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે ગયેલા યુવાનને માર માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવ્યું હતું જેની ફરિયાદ આધારે પકડાયેલા આરોપીમાંથી બે આરોપીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને બે આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે અને હાલમાં આ ગુનામાં રાણીબા સહિત બે આરોપી હજુ પણ જેલમાં હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને પગાર માટે ઓફિસે બોલાવ્યો હતો અને ત્યાં તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત કુલ મળીને આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને તે આરોપીઓને મોરબીની જેલમાં રાખવામા આવ્યા હતા દરમ્યાન આ ગુનામાં અગાઉ ચાર આરોપીઓ જામીન મુક્ત થયેલ છે તેવામાં મોરબીની કોર્ટમાં આરોપી ઓમ અને પરીક્ષિત ભગલાણીની તેઓના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ) મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને બંને આરોપીને જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે તેવું તેમના વકીલ પાસેથી જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આ ગુનામાં હજુ પણ મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલ આ બે આરોપી મોરબીની જેલમાં છે અને ફરિયાદી યુવાને મોરબીની કોર્ટમાં આરોપીઓને જામીન મળે તેની સામે વાંધો ન હોવાનું જણાવ્યું હતું તેવું કોર્ટ પરિસરમાં ચર્ચાઇ રહ્યું હતું






Latest News