મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ


SHARE







મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ

મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટીમાં રહેતા યુવાને રાજકોટમાં રહેતી પરિણીતા સાથે મૈત્રી કરાર કરેલ છે અને છેલ્લા બે મહિનાથી મહિલા તેની સાથે મોરબીમાં રહેતી હતી દરમ્યાન મહિલાના પતિસસરા અને દિયર સહિતના શખ્સો દ્વારા યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે અગાઉ ૧૦ આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના રવાપર ગામે રહેતા વર્ષોબેન હરેશભાઇ હામાભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ હોય તે રવાપર ગામે રહેતા રમેશભાઇ ખોડાભાઇ નાગહ સાથે રહેતા હતા તેવામાં ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા અને દિયર સહિતનાઓ દ્વારા રમેશભાઇ ખોડાભાઇ નાગહનું ઇકો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલ હતા જેની મોરબી એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ મહિલાના પતિ સહિત કુલ મળીને ૧૦ આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી ભીખાભાઈ ગોગાભાઇ ખાંભલા જાતે રબારી (૨૮) રહે. સાગરનગર માર્કેટ યાર્ડ પાસે રાજકોટ, વિપુલભાઈ માવજીભાઈ નાગહ જાતે રબારી (૨૫) રહે. સાગરનગર માર્કેટ યાર્ડ પાસે રાજકોટ, રાયાભાઈ જેરામભાઈ મીઠાપરા જાતે કોળી (૬૦) રહે. ભારતનગર આજીડેમ ચોકડી રાજકોટ, હિતેશભાઈ લખધીરભાઈ મકવાણ જાતે રબારી (૨૬) રહે. ભીમાદળ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને સંદીપ વાઘાભાઈ રાઠોડ જાતે રબારી (૨૦) રહે. ઢાંકણીયા રોડ પકા શેઠની વાડીએ બોટાદ વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાની હદમા આવતા સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનાની કોલોનીમાં રહેતા કમલેશભાઈ પારસનાથ યાદવ (૪૧) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News