મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે ઘરે બબાલ થતાં ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના ખરેડા ગામે ઘરે બબાલ થતાં ઝેરી દવા પી ગયેલ યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા યુવાનને ઘરે કોઈ કારણોસર બબાલ થઈ હતી જેથી કરીને તે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેના આધારે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા રોહિત ચંદુભાઈ કાનાણી (૨૭) નામના યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવનીવધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ યુવાનને ઘરે કોઈ કારણસર બબાલ થઈ હતી જેથી કરીને તેણે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હોવાની વિગત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે

ફિનાઇલ પીધું

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં રહેતા પ્રભાબેન ભાવેશભાઈ સાવરીયા (૨૬)એ માથાના દુખાવાથી કંટાળીને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

યુવાન પેટ્રોલ પી ગયો

કચ્છ જિલ્લાના સુરજબારી પુલ પાસે રહેતા સદ્દામ કરીમભાઈ જેડા (૩૨) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં પેટ્રોલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News