મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામ પાસે બાઇક સાથે નીલગાય અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના સાદુળકા ગામ પાસે બાઇક સાથે નીલગાય અથડાતાં અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી નજીકના સાદુળકા ગામે રહેતો યુવાન બાઈક લઈને ભક્તિનગર ગામ તરફ પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે નીલ ગાય આવી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સાદુળકા ગામે રહેતા મુનસિંગ જીગુભાઈ ગણાવા (૩૯) નામનો યુવાન સાદુળકા ગામથી ભક્તિનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે નીલ ગાય આવી હતી જેથી કરીને બાઇક તેની સાથે અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવારઆપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સાગરભાઇ રાજેશભાઈ આગેચાણીયા (૨૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે

માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જીવરાજ પાર્ક મફતપરામાં રહેતા મુકેશ ડાયાભાઈ પરમાર (૪૦) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી આવી જ રીતે મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અબ્દુલભાઈ અવેશભાઈ સધવાણી (૨૩) અને ઈકબાલભાઈ અવેશભાઈ સધવાણી (૩૦) નામના બે યુવાનોને મારા મારીમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News