જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતી પરણીતાએ અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતી પરણીતાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સોમનાથ સોસાયટીમાં તિરુપતિ હોમસ્ટન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૧૦૪ માં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને તેનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર પાસે સોમનાથ સોસાયટીમાં તિરુપતિ હોમસ્ટન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૧૦૪ માં રહેતા ચિરાગભાઈ બાવરવાના પત્ની ત્રિવેણીબેન ચિરાગભાઈ બાબરવા (૩૨)એ પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક મહિલાના પતિ ચિરાગભાઈ તેની પત્નીની ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો હતો અને તેને એક સંતાન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે, મહિલાએ કયા કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે તે દિશામાં હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એલ. વાઘેલા તપાસ ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના વાવડી ગામે ખોડીયાર પાર્કમાં રહેતા સરોજબેન રાજેશભાઈ ગોસાઈ (૫૪) નામના આધેડ મહિલા સ્કૂટીમાં જતાં હતા ત્યારે પાછળથી અન્ય વાહન ચાલકે તેઓના વાહનને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા સરોજબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ એમ.જી. વાળા ચલાવી રહ્યા છે  






Latest News