વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: બે જુગારી પકડાયા, બે ફરાર


SHARE











વાંકાનેરના ભલગામ ગામે જુગારની રેડ પડતાં નાસભાગ: બે જુગારી પકડાયા, બે ફરાર

વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતા યુવાનના ઘર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, સ્થળ ઉપરથી પોલીસે બે જુગારીને પકડીને તેની પાસેથી કુલ ૭૭૦૦ ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને બે જુગારીઓ નાસી ગયા હોય તેને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતા બુધેશ ઉર્ફે બુધો ભાલીયાના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી દિનેશભાઈ ભવનભાઈ મકવાણા જાતે કોળી (૩૫) રહે. મોરબી રોડ જકાતનાકા પાસે શિવ પાન વાળી શેરી રાજકોટ તથા બુધેશ ઉર્ફે બુધો ધીરુભાઈ ભાલીયા જાતે કોળી (૨૪) રહે. ભલગામ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૭૦૦ રૂપિયા રોકડા તથા ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૭૭૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસને જોઈને નાસી છૂટેલા જુગારીમાં ગડો પોપટભાઈ ભાલીયા જાતે કોળી રહે. ભલગામ અને ગોપાલ દેવશીભાઈ ભાલીયા જાતે કોળી રહે. ભલગામ વાળાનો સમાવેશ થાય છે તેને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મારા મારીમાં ઇજા
મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નવલખી રોડ ઉપર રહેતા અરવિંદ હરિભાઈ ડાંગર (૪૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ એમ.જી. વાળા ચલાવી રહ્યા છે






Latest News