મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદમાં સુપર કેરી વાહનના ચાલકે કાવુ મારતા સમયે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







હળવદમાં સુપર કેરી વાહનના ચાલકે કાવુ મારતા સમયે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ તાલુકાના સિરોઇ ગામે રહેતો અને ખેતી કામ કરતો યુવાન હળવદમાં વિનોબા ગ્રાઉન્ડ પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સુપર કેરી ગાડીના ચાલકે ગફલત ભરી રીતે કાવું મારતા તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને માથાના પાછળના ભાગે ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા વાહન ચાલક સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના શિરોઇ ગામે રહેતા મનોજભાઈ મોહનભાઈ સિહોરા જાતે કોળી (૪૨)એ હાલમાં સુપર કેરી ગાડી નંબર જીજે ૩૬ વી ૫૧૧૩ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે હળવદમાં આવેલ વિનોબા ગ્રાઉન્ડ પાસે દશામાના મંદિર પાસેથી તેનો ભાઈ સુરેશભાઈ મોહનભાઈ સિહોરા જાતે કોળી (૩૫) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એન ૨૧૧૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સુપર કેરી ગાડીના વાહન ચાલકે બેફિકરાઈથી કાવું મારતા તેના ભાઈના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત સર્જનાર વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News