મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે મંદિરે દર્શન કરીને પરત વાંકાનેર જતાં પિતા-પુત્રીને નડ્યો અકસ્માત: દિકરીનું મોત


SHARE







મોરબીના ખરેડા ગામે મંદિરે દર્શન કરીને પરત વાંકાનેર જતાં પિતા-પુત્રીને નડ્યો અકસ્માત: દિકરીનું મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટી ત્રિલોકધામ પાસે જલારામ નગરમાં રહેતો અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો યુવાન તેની દીકરી સાથે મોરબી નજીકના ખરેડા ગામે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તે પરત જઈ રહ્યા હતા ત્યારે ત્યારે મોરબીના નીચી માંડલ ગામ પાસે તેના ડબલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઈ હતી અને તેની ૮ વર્ષની દીકરીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની હાલમાં મૃતક બાળકીના પિતા દ્વારા ટ્રક ટ્રેલરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ત્રિલોકધામ પાસે જલારામનગરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હસમુખભાઈ કાંતિલાલ કાથરાણી જાતે લોહાણા (૪૮) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર એમએચ ૪૦ સીડી ૯૮૯૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે પોતાની આઠ વર્ષની દીકરી ધ્યાની હસમુખભાઈ કાથરાણીને પોતાના બાઇક નંબર જીજે ૩૬ એચ ૯૭૫૮ ઉપર બેસાડીને મોરબી નજીકના ખરેડા ગામે પૂનમ હોવાથી અંબે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં દર્શન કરીને તે લોકો પરત વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં નીચી માંડલ ગામ પાસે આવેલ શિવ પેટ્રોલ પંપ નજીકની સામેના ભાગમાં ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી યુવાનને ઇજાઓ થઈ હતી અને તેની ૮ વર્ષની દીકરીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી તેના હવાલા વાળું ટ્રક ટ્રેલર સ્થળ ઉપરથી લઈને નાશી ગયો હતો જેથી નાસી ગયેલ વાહન ચાલકની સામે ભોગ બનેલ બાળકીના પિતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News