મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સાયન્ટિફિક રોડે જાહેરમાં જુગાર રમતા ૭ જુગારી ૧૦,૬૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના સાયન્ટિફિક રોડે જાહેરમાં જુગાર રમતા ૭ જુગારી ૧૦,૬૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક વાળા રોડ ઉપર વોકડા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૦,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ પાસે નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ઈસ્માઈલભાઈ હોથીભાઈ ચાનિયા જાતે સંધિ (૭૯), વિજયભાઈ બધાભાઈ અજાણા જાતે રબારી (૫૦), હનીફભાઈ સુમાલભાઇ ચાનીયા જાતે સંધિ (૫૭), ઈશ્વરલાલ છગનલાલ ઈન્દરીયા જાતે કોળી (૬૬), નરેન્દ્રભાઈ મનહરલાલ સોલંકી જાતે વાણંદ (૫૪), ઈકબાલભાઈ હુસેનભાઇ કટિયા જાતે મિયાણા (૫૫) અને ઇમરાનભાઈ વલીમહમદભાઈ કાસમાણી જાતે મેમણ (૪૪) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

વરલી જુગાર

મોરબીમાં શાક માર્કેટ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા જાવીદભાઈ યુનુસભાઈ ખોખર જાતે સિપાઈ (૩૨) રહે, સિપાઈ ચોકડી માતમ ચોક મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી ૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને આ શખ્સ દ્વારા અવેસભાઈ અયુબભાઈ કાસમાણી રહે કબીર ટેકરી શેરી નં.૩ મોરબી વાળા પાસે કપાત કરાવવામાં આવતી હોવાની માહિતી સામે આવતા તેમની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News