મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વીસી હાઇસ્કુલ પાછળનો રોડ બનાવવા લાલજીભાઈ મહેતાની માંગ


SHARE







મોરબીમાં વીસી હાઇસ્કુલ પાછળનો રોડ બનાવવા લાલજીભાઈ મહેતાની માંગ

મોરબીમાં વીસી હાઇસ્કુલ પાછળ આવેલો રોડ છેલ્લા ઘણા વર્ષોથી ભંગાર હાલતમાં છે તેને રીપેર કરવા માટે અનેક વખત રજૂઆતો કરી છે તો પણ કામ કરવામાં આવતું નથી આ રોડ ઉપર સ્કૂલો, રેલવે સ્ટેશન અને ટ્રેડ સેન્ટર આવેલ છે ત્યાં આવતા લોકોને ખરાબ રોડથી હાલાકી ભોગવવી પડે છે. આથી આ રોડનું કામ કરવાની માંગ ઉઠી છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરની બજારોમાં જવા માટે મુખ્ય ગણાતો વીસી હાઇસ્કુલ પાછળ આવેલ રોડ છેલ્લા ચાર વર્ષથી ભંગાર છે. આ રોડ રેલવે સ્ટેશનને જોડતો, જુદીજુદી સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓએ માટે અવરજવરનો મેઇન રોડ છે તેમજ ટ્રેડ સેન્ટરમાં ૧૫૦ ઓફિસો આવેલ છે ત્યાં ઘણા લોકો આવે છે તેને ભંગાર રોડના લીધે હેરાન થવું પડે છે જેથી કરીને નગરપાલિકા તંત્રને રજૂઆત કરતાં થોડા સમય પહેલા રોડને ખોદી નાખ્યા બાદ રોડ બનાવવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી જેથી લોકોને હેરાન થાય છે ત્યારે તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે 






Latest News