ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે પલાણ પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાઇ: કાલે મહાયજ્ઞ-મહાપ્રસાદ


SHARE







મોરબીના જલારામ મંદિરે પલાણ પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાઇ: કાલે મહાયજ્ઞ-મહાપ્રસાદ

મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે પલાણ પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જુદાજુદા ધાર્મિક પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી અને તા ૯ ન રોજ મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં ભાજપના પાયાના પથ્થર સમાન સ્વ. રમણીકભાઈ દામજીભાઈ પલાણના પરિવાર દ્વારા મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨ થી આ કથા શરૂ કરવામાં આવી હતી અને આ કથાની તા ૮ ના રોજ પૂર્ણાહુતિ થયેલ છે આ કથાનું શાસ્ત્રીજી દિલીપભાઈ વ્યાસ (આંદરણાવાળા)એ તેની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવ્યુ હતું આ કતજા દરમ્યાન કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધનપૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત મોક્ષ સહિતના ધાર્મિક પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને તા ૯ ડિસેમ્બરના રોજ સવારે ૯ કલાકે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાર બાદ બપોરે ૧:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે. જેનો લાભ લેવા માટે મોરબીની ધર્મપ્રેમી જનતાને પલાણ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નવરંગ નેચરલ કલબ

નવરંગ નેચરલ કલબ દ્વારા મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૦ ને રવિવારે સવારે ૮ થી ૧ માં ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો દરેક જાતના ફુલ છોડના કલમી રોપા, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ સુધ્ધ ચોખ્ખું મધ દરેક જાતના બીયારણ, ગાય આધારિત ફીનાઈલ ગૌમુત્ર અર્ક, હરીપર જાનકી ઓઈલ મીલનુ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલનુ તેલ ત્થા સાની પ્યોર મગફળીનુ તેલ દેશી માટીના રસોઈના વાસણો હાથેથી બનાવેલ તાવડી પાટીયા ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા ખાખરા પાપડ, દેશી રૂ કોટનની દીવાની વાઈટુ રાહત ભાવે મળી રહેશે વધુ માહીતી માટે રાજકોટના વી.ડી.બાલા (૯૪૨૭૫ ૬૩૮૯૮) અથવા મોરબીના લવજીભાઈ પ્રજાપતિ (૯૯૨૫૩ ૬૯૪૬૫) ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News