મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે ૩૦ મી ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે


SHARE







મોરબી જીલ્લામાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે ૩૦ મી ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે

સરકાર દ્વારા ક્ષેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ માટેની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.

આ દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારિઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીશ્રીઓ/નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસો, સ્વરોજગાર કરતાં દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનાનું ફોર્મ www.talimrojagaar.gujarat.gov.in વેબસાઇટ પરથી અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી મેળવીને ફોર્મ ભરીને (રાજ્ય ક્ક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે) જરૂરી દસ્તાવેજો સાથે, બે નકલમાં તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવાસદન રૂમ નં.૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી રૂબરૂ કે ટપાલથી પહોંચાડવાનું રહેશે. અધુરી વિગત કે નિયત સમય મર્યાદા બાદની અરજી રોજગાર કચેરી ખાતે સ્વિકારવામાં આવશે નહી તેમ રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News