મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા આયોજિત પદયાત્રા-મહા પંચાયતમાં ચાર જિલ્લામાંથી શિક્ષકો સહિતના ઉમટી પડશે


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા આયોજિત પદયાત્રા-મહા પંચાયતમાં ચાર જિલ્લામાંથી શિક્ષકો સહિતના ઉમટી પડશે

ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન:લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે. છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલ હતો છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડેલ ન હોય. બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું.

ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદ, ધારાસભ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભલામણ પત્રો સમર્થન પત્રો પણ લખી આપેલ છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ ન હોય આગામી ૯ મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સમગ્ર રાજયમાં કુલ ૧૧ સ્થાનોની સાથે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં બપોરે ૩:૦૦ વાગ્યે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારબાગ મોરબી ખાતે એકત્ર થશે.ત્યાંથી પદયાત્રા કરીને રેલી સ્વરૂપે કેસર બાગ, મોરબી-૨  ખાતે પહોંચશે ત્યાં મહા પંચાયત યોજી આગામી કાર્યક્રમની રણનીતિ નક્કી થશે, મહા પંચાયતમાં સરકાર સમક્ષ માંગણી રજૂ કરવામાં આવશે, અને કલેકટરને આવેદન આપવામાં આવશે અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહિ? અમને ટેન્શન નહિ પેન્શન આપો, મેરી મિટ્ટી મેરા ઓપીએસ, Only OPS OPS ના નારા સાથે પદયાત્રા અને મહા પંચાયત દ્વારા કર્મચારીઓ લડી લેવાના મૂળમાં છે.






Latest News