હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલ સહિત કુલ 6 સામે ફરિયાદ ટંકારાના હડમતીયા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકડ મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં આંખમાં કાયમી ખોટ રહી જતાં સગાઈ ન થવાથી યુવાનને ન કરવાનું કર્યું


SHARE











મોરબીમાં આંખમાં કાયમી ખોટ રહી જતાં સગાઈ ન થવાથી યુવાનને ન કરવાનું કર્યું

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને નાનપણમાં રમતા રમતા ડાભી આંખમાં ઈજા થઈ હતી અને ડાબી આંખમાં કાયમી ખોટ રહી ગઈ હતી જેથી તેની સગાઈ થતી ન હોવાથી લાગી આવતા તે યુવાને પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનને પીએમ માટે તેના પિતા મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેના દ્વારા જ મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાથી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ એલીકોલ કારખાનાના મજૂર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સોનુભાઈ ધનસિંહ મેડા જાતે આદિવાસી (૧૯) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેના પિતા ધનસિંગભાઈ ધુલિયાભાઈ મેડા જાતે આદિવાસી (૫૫) મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓના દ્વારા મોરબી તાલુકા પોલીસે જાણ કરવા આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને નાનપણમાં રમતા રમતા ડાબી આંખમા ઈજા થઈ હતી અને ડાબી આંખમાં ઈજા થઈ હોવાના કારણે તેને કાયમી ખોટ રહી જતા સગાઈ થતી ન હતી જે બાબતે તેને લાગી આવતા તેને પોતાની જાતે ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવની હાલમાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News