મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ભુનેશ્વરી પાર્કમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ: દુકાનદારોને ફાયરના સાધનો રાખવા અપીલ


SHARE











મોરબીના ભુનેશ્વરી પાર્કમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ: દુકાનદારોને ફાયરના સાધનો રાખવા અપીલ

મોરબી પાલિકાના ફાયર કંટ્રોલરૂમમાં ગાઈકલે બપોરે સામાકાંઠે જિલ્લા સેવાસદનની બાજુમાં આવેલ ભુનેશ્વરી પાર્કમાં રહેતા કપિલભાઈ ગીરીશભાઈ જોશીના ઘરમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો જેથી ફાયરની ટિમ ત્યાં દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેનું કામ કરવામાં આવ્યું હતું જો કે, ઘરમાં શોર્ટ સર્કિટના કારણ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને આગ લાગવાના લીધે ઘરમાં રાખવામા આવેલ મંદિર અને ઘર વખરી બળી ગઈ હતી જો કે, કોઈ જાનહાની કે કોઈને ઇજા પણ થયેલ નથી વધુમાં મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તરફથી મોરબીના જનતા અને ખાસ નાનામોટી દુકાનદારોને  અથવા બિલ્ડીંગ માલિકને કહેવામા આવ્યું છે કે, લોકો અને પ્રોપર્ટીની સેફટી માટે ફાયરની સિસ્ટમ અથવા નાની દુકાન હોય ત્યાં ફાયર એક્સ્ટિગ્યુશર (ફાયર બોટલ) વસાવો તે જરૂરી છે અને ફાયર ટ્રેનિંગની જરૂર હોય તો સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાલીડિંગ ફાયરમેન જયેશ ડાકીનો સંપર્ક કરવામાં આવશે તો ફાયરની તાલીમ પણ આપવામાં આવશે






Latest News