મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે વૃદ્ધાને ઘરમાં ઘૂસીને માર મરનારા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના બેલા ગામે વૃદ્ધાને ઘરમાં ઘૂસીને માર મરનારા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબીના બેલા ગામે કુવાની સામેવાળી શેરીમાં રહેતા યુવાને કલરની ગન શેરીમાં સાફ કરી હતી જે બાબતે તેના પત્ની અને પાડોશમાં રહેતા વૃદ્ધા વચ્ચે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને ચાર શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને યુવાનને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ધોકા વડે માર મારીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામે કુવાની સામેની શેરીમાં રહેતા વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા જાતે સંધિ (૨૪)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોમજીભાઈ જેસાભાઇ રબારી, નવઘણભાઈ ઉર્ફે ગોનો રબારી, વિવેકભાઈ રણછોડભાઈ રબારી અને મેરૂભાઈ કાનાભાઈ રહે. બધા બેલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બે દિવસ પહેલા તેણે પોતાની શેરીમાં કલર વાળી ગન સાફ કરી હતી જે બાબતે તેના પત્ની રસીદાબેન અને બાજુમાં રહેતા રતિબેન કાનાભાઈ રબારી વચ્ચે બોલાચાલી થયેલ હતી જે બાબતોનો ખાર રાખીને આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ફરિયાદીને ફોન કરીને તેના ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારબાદ તેને ગાળો આપી હતી બાદમાં વિવેક તથા મેરૂભાઈએ ઢીકા પાટુનો માર માર્યો હતો અને મોમજીભાઈ તથા નવઘણભાઈએ તેને ધોકા વડે માર મારીને ઈજાઓ કરી હતી તેમજ મોમજીભાઈએ ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે અત્રે ઉલેખનીય છેકે, અગાઉ રતિબેને તેના જ ઘરમાં ઘૂસીને માર માર્યો હોવાની વસીમ નરેજાની સામે ફરિયાદ નોંધાવી હતી






Latest News