ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્મીના જવાનોના લેબોરેટરી રિપોર્ટ કરાવવાનું કહીને ૭૪,૭૦૦ નો ઓનલાઈન છેતરપિંડી


SHARE











મોરબીમાં આર્મીના જવાનોના લેબોરેટરી રિપોર્ટ કરાવવાનું કહીને ૭૪,૭૦૦ નો ઓનલાઈન છેતરપિંડી

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા અને લેબોરેટરીમાં કામ કરતાં યુવાનને આર્મીના જવાનોની લેબોરેટરી કરવાની છે તેવું કહીને એડવાન્સમાં પેમેન્ટ આપવું છે તેવું કહેવામા આવ્યું હતું અને ત્યાર બાદ તે યુવાન પાસેથી ગૂગલ પે એકાઉન્ટ માં રૂપિયા ટ્રાન્સફર કરવા આરોપીએ ક્રેડિટ કાર્ડના નંબર લખાવ્યા હતા અને ત્યાર બાદ તે યુવાનના ખાતામાંથી ૭૪,૭૦૦ રૂપિયા ઉપાડી ગયા હતા જેથી કરીને યુવાન સાથે છેતરપિંડી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા મૂળ પંચાસરના રહેવાસી અશોકભાઈ પ્રવીણભાઈ ટુંડિયા જાતે અનુ. જાતિ (૨૯)એ હાલમાં મોબાઈલ નંબર ૬૩૬૯૩ ૭૧૪૪૦ ના ધારક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબીમાં આવેલ વ્યોમ લેબોરેટરીમાં નોકરી કરે છે અને તેના મોબાઈલ ફોન ઉપર આરોપીએ પોતાન મોબાઈલ ઉપરથી ફોન કર્યો હતો અને પોતે આર્મીમાં હોવાનું અને આર્મીના ૨૭ જેટલા જવાનોના લેબોરેટરી રિપોર્ટ કરાવવાના છે તેવું કહીને લેબોરેટરીની જે ફી થાય તે એડવાન્સમાં રૂપિયા આપવાનું કહ્યું હતું અને તેની પાસેથી ગૂગલ પે ના એકાઉન્ટમાં આરોપીએ તેના ક્રેડિટ કાર્ડના નંબર નખાવતા ફરિયાદીના બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી ૭૪,૭૦૦ રૂપિયા ઉપડી ગયા હતા જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધતા પોલીસે આઈપીસી કલમ ૪૨૦, આઇટી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News