મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

મોરબીના મારુતિ પાર્કમાં શેરીમાં કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી


SHARE









મોરબીના મારુતિ પાર્કમાં શેરીમાં કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બઘડાટી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મારુતિ પાર્કમાં શેરી વાળવા બાબતે અને ઘર પાસે કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર પાસે મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા જાતે આહિર (૨૯)એ હાલમાં શુભાંગીબેન અને હરપાલસિંહ ડોડીયા રહે. બંને મારુતિ પાર્ક વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ શેરીમાં ફરિયાદીના ઘર પાસે કચરો ભેગો ન કરવા બાબતે ફરિયાદી અને સાહેદ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ત્યારે સુભાંગીબેને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને લાકડાના ધોકા વડે કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ હરપાલસિંહએ ફરિયાદી મહિલા તથા સાહેદ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી માર માર્યો હતો જેથી સારવાર લીધા બાદ પાયલબેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે વ્યક્તિની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો મારુતિ પાર્કમાં રહેતા શુભાંગીબેન પ્રદિપસિંહ ડોડીયા (૨૬)એ પાયલબેન વિશાલભાઈ લાવડીયા અને વિશાલભાઈ લાવડીયા રહે. બંને મારુતિ પાર્ક વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ શેરી વાળવા બાબતે ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારે પાયલબેને ફરિયાદીને ગાળો આપી ધોકા વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી શુભાંગીબેનને ઈજાઓ થઇ હોવાથી સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં પાયલબેન અને વિશાલભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News