મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદથી જોધપર જતા રસ્તે બે બાઈક સામસામા અથડાતા બે યુવાનોને ઈજા


SHARE







મોરબીના ભડીયાદથી જોધપર જતા રસ્તે બે બાઈક સામસામા અથડાતા બે યુવાનોને ઈજા

મોરબીના ભડીયાદ ગામેથી જોધપર જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઈક સામસામા અથડાવવાના બનેલ બનાવમાં બે યુવાનોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના ભડીયાદ ગામેથી જોધપર ગામ જવાના રસ્તે સામસામા બે બાઈક અથડાવવાનો અકસ્માત બનાવ બન્યો હતો આ અકસ્માત બનાવમાં દિપક શિવમભાઈ ચાવડા (ઉમર ૨૫) રહે.રફાળેશ્વર અને મગન રમેશભાઈ ઉભડિયા (ઉંમર ૨૩) રહે.નવાગામ વાળાઓને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રીક્ષા અકસ્માત

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ ગોપાલ કાટાની બાજુમાં રહેતા સુરજકુમાર ધનપત નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના લાલપર ગામ પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે સૂરજકુમાર ધનપત નામનો યુવાન રિક્ષામાં બેસીને લાલપર ગામે એલપીજી ગેસ યુનિટ નજીકથી જતો હતો ત્યારે રીક્ષા અજાણ્યા વાહન સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઈજા થઈ હતી જે બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના શક્તિ પ્લૉટ વિસ્તારમાં ભૂલથી ફિનાઈલ પી જવાના બનાવમાં જગાભાઈ સતાભાઈ જીંજરિયા (ઉમર ૫૩) રહે.ત્રાજપર અને મુન્નાભાઈ વસુનિયા (ઉમર ૩૫) રહે.દલવાડી સર્કલને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામે ગોકુલનગર વિસ્તારમાં રહેતા રવિ મહાદેવભાઇ ધરોડીયા નામના ૨૯ વર્ષના યુવાનને રાત્રિના વાવડી રોડ કબીર આશ્રમ પાસે બાઈક લઈને જતા સમયે બાઇક ગાય સાથે અથડાવાના બનાવમાં ઈજા થતા સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News